એક્ટ્રેસ માહી વિજનો કોઈ સાથે ઝઘડો થતા તેને રેપની ધમકી પણ આપવામાં આવી છે.
અભિનેત્રીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જુઓ આ વીડિયો
એક્ટ્રેસ માહી વીજે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક અત્યંત ચોંકાવનાર વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં માહી કોઈ સાથે ઊંચા સુરમાં વાત કરતી જોવા મળે છે. આ વીડિયો થોડો શેક કરી રહ્યો છે,
આવામાં પ્રોપર તસવીર સામે આવી નથી. પરંતુ વીડિયોમાં માહી ઘણી ગુસ્સામાં જોવા મળે છે.
આ ક્લિપ સાથે જ માહી કેપ્શનમાં આપવીતી જણાવે છે. એકટ્રેસે જણાવ્યું કે તેમની સાથે રોડ વચ્ચે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
તેમની ગાડીને એક અજાણ્યા માણસે હીટ કરી હતી, જે પોતાની પત્ની સાથે હતો.
આ દરમિયાન તેણે એક્ટ્રેસને રેપની ધમકી પણ આપી હતી.
THANK YOU